________________
તેજ સબળ આંખે કીજીએ, ગાયનું ઘી હરે સવિ વાય,
વ્યાધિ સર્વે ઘીથી જાય. દ. શાક પાક થાય ભલાં ઘીથી, બીજું એવું ઓસડ નથી, ઘીને દીવે માંગલિક કહ્યો, ઘીએ જમાઈ રીસાતે રહ્યો. ૭, નાના મોટા કુલેર કરે, થીજું હોય તે લબકે ભરે, સુંવાળું ગલ ગલ ઉતરે, સીહારી હોય તે માખણ હરે, ૮. સાસુ જમાઈ કરવા મેળ, કોષ ઉપાડી કીધે ભેળ; ખલહલ નામે ભલી કહેવાય; ઘી પીરસે તે પ્રીત જ થાય. વરે પૂછે ઘી કેતું વયું, ધીએ પખે તે લેખું કહ્યું, ઘી સંચરે વિવાહ અ છે, બીજી વસ્તુ લેશું પછે. ૧૦. વૃતદાને સમકિત આણીએ. ઘને સારથ પતિ જગ જાણીએ. બ્રાહ્મણને ઘી વખાણીયા; નિત્ય જમે પુન્યવંત વાણીયા. ૧૧. પામર ખાયે પર વિવાહ, કરપી ખાયે પર ઘર જાયે, ઉંદર સાપ વૃક્ષ તે થાય, ઘન ઉપર પરઠી રહે પાય. ૧૨. બુધવારે ઘી ટીલું કરે, શુળરેગ ઉપદ્રવ હરે, ઘરડાને ઘી વહાલું સહી, જુના હાડ રહે. ઘીથી લહી. ૧૩ પાટી પીડે ઘી મુકીએ. ઘાવવળી ગુમડ ત્રહદીએ; ઘી ખાયે તપ સાહિલે થાય; પગબળ નયણે તેજ કહાય. ૧૪. છતું ઘી જે પીરસે નહિ, નરનાં નામ તસ લીજે નહિ, સઘળા ઉપર વૃત છે સાર, તે મત જાણે વારે વાર. ૧૫. ઘીને ગુણ ને ઉત્તમના વયણ, એ બે સરખા જાણે સયણ; શુભ વિજય પંડિતથી લો; લાભ વિજય ઘીને ગુણ કહ્યો. ૧૬.
--