________________
૨૧૫
રએ સ્વયંવર કલાવતી ત્યાં, પ્રશ્નો ચાર પૂછાવે, દેવ કે ગુરુ કેણ તવ શું, સત્વ કેને કહાવે. જગમાં ૨ શંખરાય પૂતળીની પાસે, ઉત્તર ત્યાં તે અપાવે; વીતરાગ એ દેવ મહાવ્રત, ધારી ગુરુ કહાવે. જગમાં ૩
જીવદયા એ તત્વને ઇંદ્રિય, નિગ્રહ સત્વ ગણાવે; - ઉત્તર સાંભળી કલાવતી, ત્યાં વરમાળા પહેરાવે. જગમાં ૪ કલાવતીને ગર્ભ રહ્યો ને, આઠ માસ ત્યાં થાવે, નિજ બંધુ ભગિની કાજે, બેરખા બે કલાવે. જગમાં ૫ કલાવતી ભાઈને કાજે, પ્રેમલ શબ્દ સુણાવે; રાજા અવળો અર્થ લઈને, દીલમાં શંકા લાવે. જગમાં ૬ વનમાં એકલી રાજા સતીના, બન્ને હાથ કપાવે; એ હાલતમાં રાણુને ત્યાં, પ્રસવ પુત્રને થાવે. જગમાં) ૭ શીયલના પ્રભાવથી તેણ, હસ્ત નવીન પ્રગટાવે, પુત્રને લઈને તાપસની, સંગે તે વનમાં જાવે. જગમાં ૮ રાય સત્ય વસ્તુ સમજીને, ખેદ અતી દિલ લાવે; કલાવતીને શોધવા ચારે, તરફ દૂતે દેડાવે. જગમાં૯ ભાલ મલી જ્યાં તેની રાજા, હર્ષ સહિત ઘેર લાવે, પુષ્પકળશ દઈનામ પુત્રતું, જન્મોત્સવ ઉજવાશે. જગમાં ૧૦ અમિત તેજ મુનિ પાસે રાજા, રાણી બને આવે; પૂર્વ કર્મનું સ્વરૂપ જાણવા, વિનંતી કરતા લાવે. જગમાં ૧૧