________________
૨૧૦
વિવેક સુવર્ણ તિલક તપ તપે, સાચે સાચે વચન તંબેળ રે; સમકિત કાજળ નેણ ભર્યા જીવ દયા કુમ કુમ ઘેળ રે.
મોક્ષ૩ સમક્તિ વાટ સહામણી, સંયમ વેલું જોતરાવે રે, ત૫ જપ બળદિયા જેત, ભાવના ભાવે રસાળે રે.
મેક્ષ૦ ૪ કાળ મુખ સાસરું પરિહરે, ચેતે ચેતે ચતુર સુજાણ રે, સમય સુંદર મુનિ એમ ભણે, ત્યાં છે મુકિતને વાસ રે.
મેક્ષ૦ ૫
દીવાની સઝાય દીવામાં તે દીવેલ ખુટયું હવે નથી વાટ, મનમાં મસ્તાન હીંડે, છેગા મેલ્યા ચાર. મુરખ મનમાં વિચાર ૧. માથા ઉપર મરણ ભમે, કેપી રહ્યો કાળ; ઓચિંતાની આવી પડશે જમ કેરી ધાડ, મુરખ. ૨. ઉંચા મંદિર માળીયાં ગેખેના નહીં પાર પડે જશે પડી રહેશે, કાશે ઘરની બહાર. મુરખ. ૩. લીલા વાંસની પાલખી, નારીએળ જોઈએ ચાર મુજની દેરીએ તાણી બાંધશે, ઉચકનારા ચાર, મુરખ. ૪. વન કેરી કાઠી, છાતી ઉપર ભાર સુંદર વરણી કાયા બળે, ઉડી જાશે રાખ; મુરખ. ૫. સગું વહાલું સવારથીયું, કરે કાગ રેળ ઝાંપા સુધી વળાવંને, ઝટ પાછું વળે, મુરખ. ૬. જે સંભાળે અરિહંત, તેને