________________
ત્યાંથી વિચરતા વિચરતા વિરમગામ આવ્યા અને ૧૯૬૦નું ચોમાસું વિરમગામમાં થયું. ત્યાં ખંભાતવાળા મેતીબેનની દીક્ષા ગુરૂદેવના હસ્તે થઈને ચંદન શ્રીજીની શિષ્યા રાજશ્રીજી તરીકે નક્કી થયું. - વિરમગામથી વિહાર કરી અમદાવાદ પધાર્યા ને ૧૯૬૧ની સાલનું મારું અમદાવાદ થયું ત્યાં જ્ઞાન ધ્યાનને અભ્યાસ કરી, ૧૯૬રનું ચોમાસું ખંભાત કર્યું. ત્યાં ચંચળબેન તથા ચુનીબેન બે બાઈએ ભણવા આવ્યા. તેમને સંસારની અસારતા સમજાઈ. તેથી બને જણાએ ગુરૂદેવના હસ્તે દીક્ષા લીધી. તેમાં એકનું નામ દેવશ્રીજીને બીજાનું નામ દયાશ્રી. એ સંદેનશ્રીજી મ.ના શિષ્યા થયા. પછી શેઠ દલસુખભાઈ ફુલચંદે કાવીને સંઘ કાઢયો. ગુરૂદેવના ઉપદેશથી તે કાવી ગંધારની જાત્રા કરીને પાછા ખંભાત. પધાર્યા ત્યારે દલસુખભાઈની દીકરી મણીબેનને મહારાજ ઉપર ઘણો જ પ્રેમ થવાથી ભણવા માટે તેમની સાથેજ રહ્યા. પછી ચોમાસું પૂર્ણ થયે પાંચે ઠાણા સુરત પધાર્યા. કચ્છના રહેવાસી મીઠાબાઈને ખબર પડી કે આપણું ગચ્છના સાધ્વી શ્રી ચંદન શ્રીજી સુરત આવ્યા છે ત્યારે તે વંદન કરવા સુરત આવ્યા ને મુંબઈમાસું કરવાની વિનંતી કરી. ગુરૂ મહારાજની આજ્ઞા અમદાવાદ લેવા તેઓ અમદાવાદ આવ્યા અને વિનંતી કરી ગુરૂદેવે આજ્ઞા આપી એટલે વિહાર કરી વલસાડ આવ્યા. તે વખતે સહાય વિના મુંબાઈ જવાતું ન હતું તેથી મીઠાબાઈએ વલસાડથી ઠેઠ મુંબાઈ