________________
શ્રીજી રાખ્યું. ૧૯૫૪ની સાલનું ચોમાસું સુથરીમાં થયું. વડી દીક્ષાઓ પણ ત્યાંજ થઈ
ત્યાંથી ગુરૂદેવ વિહાર કરી ગુજરાત તરફ પધાર્યા, ને તેઓ સુથરીથી વિહાર કરી નવાવાસ આવ્યા. ત્યાં પૂમ શ્રી કુશલચંદ્રજી મ. હસ્તે એક બાઈની દીક્ષા થઈને ચંદન શ્રીજીની શિષ્યા થયા. તેમનું નામ સુમતીશ્રીજી રાખવામાં આવ્યું. તે ૧૯૫૫ની સાલનું ચોમાસું નવાવાસમાં થયું.
ત્યાંથી વિહાર કરીને નાની ખાખરમાં આવ્યા અને અહીં ડુમરા ગામની એક બાઈને તેમની દીકરી બને જણા ચંદનબીજી મ. પાસે ભણતા હતા. તેમને પ્રેમ દેખીને તે બન્ને જણાને દીક્ષાની ભાવના થઈ. પણ છોકરીનું વેવિશાળ કરેલું હતું તેથી તેમની રજા માગી ત્યારે તે લેકેએ ના પાડી. કરીએ પિતે કહ્યું કે મારું આયુષ્ય બાર મહીનાનું છે. તેવું લખી આપો તે ઉત્તર સાંભળી બધા છક થઈ ગયા ને રજા આપી. તે બન્ને જણાની દિીક્ષા થઈ
એકનું નામ પુણ્યશ્રીજી તથા બીજાનું નામ હરખ શ્રીજી બન્નેને ચંદન શ્રીજી મ. શીખ્યા તરીકે જાહેર કર્યા આ નિમિત્તે અઠ્ઠાઈ ઓચ્છવ તથા સ્વામીવાત્સલ્ય આઠે દિવસ કરવામાં આવ્યા. આ નાની બાળાઓની દીક્ષા પહેલ વહેલી થઈ તેથી ગામમાં સૌને ઉત્સાહ હતે. આ માસું સં. ૧૯૫૬નું નાની ખાખરમાં થયું. ત્યાં સુમતીશ્રીજીની