________________
વગેરેથી પિતાના આત્માને પવિત્ર કરતા અમદાવાદમાં જ શા. મોતીલાલ નગીનદાસના ઘરમાં ચોમાસું રહ્યા. ત્યાં સૂરીશ્વર મહારાજની પાસે માંડલીઆ જોગની ક્રિયા કરી. તેમ જેગમાં તેમને એક દિવસ ઉપવાસ અને એક દિવસ લુખી નિવિ કરતાં તેમની વડી દીક્ષા પણ અમદાવાદમાં વૈશાખ સુદ સાતમના દિવસે આચાર્ય મહારાજના હસ્તે થઈ
ત્યાર પછી ત્યાંથી વિહાર કરી ધ્રાંગધ્રા ગયા. ત્યાંથી કચ્છ તરફ વિહાર કરતાં તેમની સાથે ગુણશ્રીજી મ. ઠાણું છ હતા. મહારાજ સાહેબ તથા સાધ્વીજી સમુદાય વિહાર કરતાં કરતાં રિકરનું રણ ઉતરીને ભદ્રેસર ગયા. ત્યાંની જાત્રા કરીને, આજુબાજુની તીરથની જાત્રા કરીને, મોટી ખાખર ગયા ને સંઘના આગ્રહથી ગુરૂદેવની છત્ર છાયામાં ચોમાસું પણ ત્યાંજ આનંદપૂર્વક કર્યું. ગુરૂદેવે ભગવતીસૂનું વાંચન કર્યું આ રીતે ૧૯૫૩નું માસું મોટી ખાખરમાં થયું.
ચેમાસામાં ચંદન શ્રીજી મ. પાસે બે બેને ભણતી હતી. તેમનું જ્ઞાન ઘણું હતું. અત્રેથી વિહાર કરીને સુથરી ગામ ગયા. આ બાઈ અત્રે પાઠશાળા ભણાવતી હતી તેને સાધ્વીજી સાથે ઘણે જ સંબંધ હોવાથી દીક્ષાની તીવ્ર ભાવના થઈ તેથી આચાર્યદેવને સુથરી ગામ બોલાવી બને બેનેને ત્યાં ગુરૂદેવના હસ્તે દીક્ષા આપીને ચંદન શ્રીજીની શિષ્યા તરીકે રાખ્યા. તેમનું નામ શાર્નિશ્રીજી તથા આનદ