________________
૧૩૮
ઢાળ ૧૩ મી (સાબરમતીયે આવ્યાં છે જળ પુરજો–એ દેશી.)
હવે નિજ નારી છે સુખકારી જેહ, તેહને રે. આગળ વાત કહી યદા રે, જેવા કેવા કારણ આવી પીયુને ઠામજે, નયણે આંસુ પેરે રે મૂરછાગત તદારે. ૧ બહુ ઉપચારે ચિત્ત વન્યું તવ તેહજો, એણી પેરે બોલે સાપ્રેમદા વળી રે; ફિટ કૂળહીણું શું કર્યું તે કામ, એવી રે બુદ્ધિ કિહાં તુજને મળી રે. ૨ તુજ ભગનીનું કુણ હશે સલુકજે, તે માહરે રે કરમે એ છાયું નહીં રે; એહમાં વીરા દીજે કુણને દેજો, છઠ્ઠીને દિવસે રે વિધિએ લખ્યું સહી રે. ૩ દિનકર ઉગે તેજ કરે વિસ્તાર, નવિ દેખે દિવસે રે ઉલુક કહ્યો ખરો રે નવિ પડે ચાતક વદને નિરને બિંદુ જે, એ સઘળે દાવ તે કરમત અરોરે. ૪ પરદેશ ગયો આવે કેઈક વાર જે, ઈણી વાટે ચાલ્યા રે તે નાવે કદારે પણ મુજ નંદન ન્હાનાં મેલ્યાં બાળજે, કહેને રે તાત કહી રમશે સદારે. ૫ હું ધરતીતી આશ ઘણું મનમહે; ગોડીપુર ગામેરે ચઈત્ય ન બને છે ત્યાં દર્શન કરવા જઈશું સૌ પરિવાર લીયાજે આશા મુજ તેડી રે શું કહીએ તનેરે. ૬ મહીએ ને મેરા તે પણ. આવ્યા ત્યાંય જો, નયણે નીર ધારા ને રૂદન દુખે કરે રે ઈણપરે બેલે ધિગ ધગ તુજ અવતાર, જનપદમાં તુ. વદન દેખાડીશ કેણી પરે રે. ૭ વિરુદ્ધ વાત કરે પુરમાં નરનારી જે, દ્વેષ રાખીને મેઘાને માર્યો અહીરે; કાજલશા.