________________
એ શાશ્વતે, એમ જપે શ્રી જગનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણી જે શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થણીજે; નવકાર સાર સંસાર છે. કુશલ લાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં વિવિધ ઋદ્ધિ વંછિત લહે ૧૮
પ્રભુની પાસ કહેવાની સ્વતીઓ
જે દષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દષ્ટિને પણ ધન્ય છે, જે જીભ
નવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીયે મુદા વાણી સુધા, તે કયુગને ધન્ય છે, તુમ નામ મંત્ર વિશદધરે, -વર, તે હૃદયને નિત્ય ધન્ય છે.
સહુ આપ્તનાં શિરદાર હે, જગદીશ તું એકજ સદા, મુજ મળે તું સકલ મનને, ઈષ્ટ આપે સંપદા હે નાથ, નિજ સેવક ગણી, મુજને સ્વીકારો નેહથી, તુલના ધરું હું તાહરી, ઉત્કર્ષ પામું જેહથી.
સુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગત બંધુ ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિપણે; જન્મે પ્રભુ તે કારણે, દુઃખ પાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શુન્યાચારમાં.
ઈહ જગત સ્વામી મહ વામી, મોક્ષગામી સુખક, પ્રભુ -અકલંક અમલ અખંડ, નિર્મળ ભવ્ય મિવ્યાત્વ હરૂં;