________________
જ
શ્રી પારસનાથને થાલ
માતા વામદે બેલાવે જમવા પાસને, જમવા વેળા થઈ છે રમવાને શીદ જાય, તાતજી વાટ જુએ છે બહુ થાયે ઉતાવળા, વેલા હીંડોને ભેજનીઆ ટાઢાં થાય, માતા, ૧. માતાના વચન સુણીને જમવાને બહુ પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠાં બહુ હુંશીયાર, વિનય થાલ અજીઆળી લાલન આગળ મુકી, વિવેક વાટકીઓ ભાવી થાલ મજાર, માતા, ૨. સમકિત શેલડીને છોલીને પીતા મુકીયા, દાનના દાડિમ દાણા ફેલી આપ્યાં ખાસ, સમતા સીતાફલને રસ પીજો બહુ રાજીયા, જુક્તિ જામફળ કેરાં આગોને આજ માતા ૩. કરૂણ કેરી મીઠીને રસ વેલડી, કર્મના કેળાં ને વળી માંહે ખીમા ખાંડ, ભેલા જમીએ રસીયા પ્રેમે પકવાન પીરસું, ભાવે ઘીમાં તળીયાં રખે રાખતા છંદ, માતા. ૪. પ્રભુને મન મેરૈયાં ગુણ ગણ વડાં પીરસ્યાં, પ્રેમના પૈડા જમને માન વધારણ કાજ, જાણપણની જલેબી ખાતાં ભાંગે ભુખડી, દયા દુધપાક અમીરસ આરોગોને આજ, માતા. પ. મારા લાકડાને શીયલની સે મન ગમે, સમતા સાકર ઉપર ભાવસું ભેલ્લું પૂત, ભક્તિ ભજીયાં પિરસ્યાં પાસ કુમારને પ્રેમશું, અનુભવ અથાણું ચાને રાખી શરત, માતા. ૬. રૂચી રાયતા કેરી આગમ તમને ઘણું હતી, પ્રભાવનારૂપી પુડલાને ચમકાર, ચતુરાઈ ચુરમાને લાડ ભાવે ભાવે હોંશશું, દાક્ષિણ્યતારૂપી દાળ