________________
અને આ સંગ્રહના સ્તવન સજઝાય વર્તમાન રચિત નથી એ પ્રાચીન છે. સંસારની ભૂમિથી અલિપ્ત રહી આત્માની ધૂન ધખાવતા જોગંદર જોગીઓની આ બધી રચના છે. મહા તપસ્વીઓની ઉગ્ર સાધકની આ વાણું છે. તેમના અંતર આત્માએ અનુભવેલી આ બધી ભાષા છે.
સુજ્ઞ જને ! આ સંગ્રહમાંથી કઈ પણ નાના કે મોટા સ્તવન સજઝાય કંઠાગ્ર કરશે તે સંગ્રહકર્તાની મહેનત સફળ થઈ લેખાશે.
સંગ્રહ કરવામાં પૂજ્યપાદ વિદુષી સા. શ્રી. પ્રદશ્રીજી પૂ. પુષ્પાશ્રીજી રેવતશ્રીજી સુગુણાશ્રીજી ચંદ્રોદયશ્રીજી આદિએ ગુરૂભક્તિ નિમિત્ત માટે ફાળો નેંધાવ્યો છે
સા. શ્રી પ્રમોદશ્રીજી મ. શ્રીએ તે મુફરીડીંગ વિ. નું પણ સારૂં એવું કામ કરી આપ્યું છે.
અંતમાં આ સંગ્રહને ખૂબ સદુપયોગ થાય એમ ઈચ્છી ક્ષતિઓની ક્ષમા ચાહીએ છીએ.
લી. પં. છબીલદાસ કેસરીચંદ સંઘવી દાનવીર શેઠ બુલાખીદાસ નાનચંદ સંસ્થાપિત–
શ્રી સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળા અને શ્રી ભટ્ટીબાઈ જૈન શ્રાવિકાશાળાના
પ્રધાનાધ્યાપકખંભાત,