________________
વીતરાગ સાથે માનવ એકરૂપ બની ગયાં. અને એણે ભગવાનનું સ્તવન કર્યું. એની ભક્તિ શબ્દમાં વહેવા લાગી. એ શબ્દ શેઠવતે ગયે. બેઠવતાં ગોઠવતાં એ ગાતે ગયે અને જીવનને એ સાર પામી ગયે. -
માનવ બધા કંઈ કવિ નથી હતા અને જેનું હૃદય એવું કુમળુ ને લાગણી સભર હોય છે એ શબ્દ બેલે છે અને હૈયું દ્રવી ઊઠે છેજીવન એક જુદી દષ્ટિથી માલુમ પડે છે.
આ સંગ્રહમાં એવા હૈયાઓને પ્રકાર છે. ભગવદ્ભક્તિથી ભરપૂર હૈયાઓએ અહીં એમની રસધૂન ઠાલવી છે. રહસ્યને જાણવા પુસ્તકે ઉથલાવવાં પડે એવાં ચરિત્રને, એવાં ગહન તને શબ્દની એવી રમતથી ગૂંચ્યાં છે કે કોઈ હલકે સ્વરે ગાય તે વીર ભગવાન, આપણને, આજે જ ઉપસર્ગ સહન કરતા હોય એમ લાગે.
ચશે જિનેશ્વરનાં ચરિત્ર એક જ સ્તવનમાં અહીં જોવા મળે છે. અને વીર પ્રભુના એક જ જીવનને આવરી લેતાં સ્તવન પણ આમાં સંગ્રહીત થયેલાં છે.
આ સંગ્રહમાં સઝા પણ છે. માનવીના મનને માત્ર સ્તવને કરવાં–ગુણગાન કરવાં. સ્તુતિઓ કરવી ઓછી પડી અને એણે સંસારની સમસ્યાઓને શબ્દમાં ગૂંથવા માંડી જટીલ તનું એણે એવું કલામય ગુંફન કર્યું કે સહેજે સમજાઈ જાય-તરત અસર કરી જાય.