________________
ક્રિયા પણ થઈ આલિકા મટી એ હવે ભૂરીબેન બન્યાં. તેમને હિરાભાઈ નામના નાના ભાઈ હતા.
સુખી કુટુંબ હતું. સંસ્કારી હતું. વીતરાગની શ્રદ્ધાથી સભર હતું. માબાપના ધર્મમય સંસ્કાર ઝીલતાં ભૂરીબેન જિંદા ગીને રસ્તે કાપે જાય છે. સાધુ શ્રમના સમાગમથી એમનું બાલ હૈયું આનંદ અનુભવે છે. મૂર્તિઓના દર્શનથી એ શાંત ભાવ ધારણ કરે છે. વ્યાખ્યાન શ્રવણથી એ શાંત ભાવ ધારણ કરે છે. વ્યાખ્યાન શ્રવણથી એ જિંદગીનાં રહસ્ય જાણે છે. પણ બાલમાનસ કેટલું સમજી શકે ? છતાંયે શ્રદ્ધાથી એ બધું કરે જાય છે.
ભૂરીબેન અગિયાર વર્ષ પૂરાં કરે છે. બારમામાં એ પ્રવેશે છે, અને જિંદગી એક ન રાહ લે છે. ત્યારે તે આજને જમાન ન હતું. આજના સુધારા, છુટછાટ ન હતાં. છેકરી થેડી ઉમરલાયક થતી એટલે એના માટે વરની તપાસ થતી. સુખી અને સંસ્કારી કુટુંબોની ગણત્રી થતી. અને યેગ્ય કુટુંબ ને વર જડતાં છેકરીના લગ્ન થઈ જતાં.
ચરિત્રનાયિકા પણ એક દિવસ આમ પરણી જાય છે. સાસરું પણ એવું જ ખાનદાન છે. ચૌદિશ એમની ધર્મગાથા ગવાતી હતી. ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન એ કુટુંબ હતું. સાધુ શ્રમ
નું એ અનુરાગી કુટુંબ હતું ભૂરીબેનના સંસ્કારને નીચે એ જ ઘરસંસાર એ હતા. અને એક શુભ મુહૂતે શ્રી અમરચંદ પ્રેમચંદના પૌત્ર અને કસ્તુરભાઇ અમરચંદના પુત્ર વજેચંદભાઈ સાથે એમનું લગ્ન થઈ ગયું. પાંચ પાંચ પેઢીથી