________________
રાજન ! કેમ જોયું? ધનથી પિષાયેલા અને વિશ્વાસુ સેવકની આ દશા છે તે બીજાનું તે પૂછવું જ શું?
રાજન! હવે અમારા નવદીક્ષિત અને અશિક્ષિત શિષ્યને પણ ચમત્કાર જુઓ. તરત જ સૂરિજીએ બાલ શિષ્યને બોલાવ્યા બાલ મુનિ ગુરુદેવને હાથ જોડી “ઈચ્છામિ” કહી સહર્ષ મસ્તક નમાવી વિનવવા લાગ્યા-“આ સેવક ઉપર કૃપા કરી સેવાને લાભ આપ.” સૂરિજીએ આજ્ઞા કરી, જાવ જુઓ અત્યારે ગંગા કઈ દિશામાં વહે છે? શિષ્ય તે “તહત્તિ” કહી ઉપડશે. રસ્તામાં મળતા લોકોને પૂછતાં જવાબ મળે “પૂર્વાભિમુખ” પણ તે તે તે તરફ લક્ષ્ય ન આપતાં સીધા નદી કિનારે પહોંચી ગયા. જોયું તે પ્રવાહ પૂર્વાભિમુખ જ હતું. પણ કંઈ ભૂલતે તે નથીને ? પૂર્ણ નિશ્ચય કરવા એઘામાંથી દાંડી કાઢી હાથમાં રાખી પાણીમાં તરતી મૂકી. દાંડી પૂર્વાભિમુખ તણાવા લાગી. તેમણે નિશ્ચય કર્યો કે જરૂર પૂર્વાભિમુખ જ વહે છે.
છુપા બાતમીદારોથી રાજાએ તે બાલશિષ્યને સર્વ વૃત્તાંત પહેલેથી જ જાણે લીધે હતે.
રાજા મુરડને જન સાધુઓ પર ખૂબ જ બહુમાન પિદા થયું. ખરે જ જૈન મુનિઓને વિનય અજબ હોય છે. શિષ્ય આજ્ઞાપાલનમાં બધું જ સમર્પણ કરવા તૈયાર હોય છે.
આપણા ચરિત્રનાયિકા પૂ. ચંપાશ્રીજી મ. શ્રી પણ કપરી કસોટીવાળી ગુરુ આજ્ઞાને શિરસાવધ કરી પરિવારને પિતાના આચરણથી બેધપાઠ આપી જાય છે.