________________
૩૪
તે ઓટ વિનાની ભરતીરૂપ વિકાસક્રમ ચાલુ થયું હતું અને દિન પ્રતિદિન તે ગુણે ખીલી રહ્યા હતા.
જીવનની રસિકતા કોઈ એવી શંકા કરી શકે છે કે –ઉપરની બધી વસ્તુઓ કટ રૂપ હોવાથી આવું જીવન જીવવું છે તે તદ્દન નીરસ કઠોર અને ફેગટ કષ્ટમય ગણાય. એવું જીવન તે જંગલમાં રહેલ ઝાડ, પશુ, પંખી પણ જીવે છે તે તેના જીવનને ઉત્તમ શી રીતે ગણાય! - તેના જવાબમાં ખરેખર! અમે પણ તેમ જ કહીયે કે– જે અનિચ્છાએ આવાં કષ્ટ લાદવામાં આવતાં હોય તે તેવું જીવન ઉત્તમ ન જ ગણાય. પણ પરિણામે ફાયદાનું અનુમાન કરવા પૂર્વક પિતાની ઈચ્છાપૂર્વક જ સ્વીકારેલાં તે કષ્ટ દુઃખરૂપ નથી થતાં પણ અનેક ગણો આનંદરૂપ લાગે છે, દવા લેવી કે ઑપરેશન કરાવવું તે કષ્ટ હોવા છતાં ભવિષ્યના સુખને કારણે આનંદથી કરાવાય છે તેમ અહીં ભવિષ્યનું શાશ્વત સુખ મેળવવા માટે સહન કરેલું કષ્ટ કષ્ટરૂપ ન જ લાગે માટે જ્યાં કષ્ટ હોય ત્યાં જીવન નીરસ હોય તેવું એકાંતે માનવું જરાય વ્યાજબી નથી. - વળી આ સાધ્વી જીવન બીજા પણ અનેક પ્રકારનાં આનંદ અને રસથી ભરપૂર છે. એટલે વિદ્યાર્થીઓનાં રસોત્પાદક વિદ્યાભ્યાસમાં કલાકારને કલામાં અને વેપારીને વેપારમાં આનંદ આવે છે કે જે આનંદમાં ખાવાનું પણ ભૂલી જાય છે એટલે દુઃખ પણ સુખરૂપ બને છે તેમ આ જીવનમાં નવીન નવીન