________________
દશ પ્રકારના વનયનું સ્વરૂપ
ઢાલ ત્રીજી (સમકતનું મૂળ જાણીએ જિ-એ દેશી) અરિહંત તે જિન વિચરતા જ, કર્મ ખપી હુઆ સીદ્ધ; ચેઈથ જિનપડિમા કહી છે, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ. . ચતુર નર! સમજે વિનયપ્રકાર,
જિમ લહીએ, સમકિત સાર-ચતુર નર ! ૧ ધર્મ ખિમાદિક ભાખિએ જી; સાધુ તેહના રે ગેહ,
આચારજ આચારના જી; દાયક નાયક જે. ચતુર૦ ૨ ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્ર ભણાવણહાર;
પ્રવચન સંઘ વખાણીએજી, દરિસણ સમકિત સાર. ચ૦ ૩ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથી, હદયપ્રેમ બહુમાન;
ગુણથતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ. ચ૦ ૪ પાંચ ભેદે એ દશ તણેજી, વિનય કરે અનુકૂળ; * સીંચે તે સુધારસેજ, ધર્મવૃક્ષનું મૂળ-ચતુર નર !. ૫
સમકિતની ત્રણ શુદ્ધિનું સ્વરૂપ
ઢાલ થી : ( ધબીડા! તું જે મનનું ધોતીયું રે–એ દેશી.) ત્રણ શુદ્ધિ સમકિતતણી રે, તિહાં પહિલી મનશુદ્ધિ રે શ્રીજિન ને જિનમત વિના રે, જુઠ સકળ એ બુદ્ધિ રે,
ચતુ-વિચારે ચિત્તમાં ૨, ૧