________________
દેશસેવિકાઓ, શેઠાણીઓ. પ્રમુખી, લેડીડેટ, લેડી ઈન્સ્પે. કરે, સેક્રેટરીઓ, કવિયણે, પ્રતિવ્રતાઓ, બ્રહ્મચારિણીઓ, રાજરાણીઓ, દયાદેવીઓ, ગેરણીઓ, તપસીએ એ બધી કરતાં સાધ્વીજી મહારાજે મહાસતી શિરોમણી ગણાય છે કારણ કે –
પતિવ્રતા સ્ત્રી સતી, સમ્યક્ત્વધારી સતીતર, દેશવિરતીધર સતીતમ અને સર્વ વિરતી ધમાં અતિસતીતમ એટલે મહાસતીપણું છે.
મહાસતીતમ જન સાધવજીનું જીવન
જીવનભર કેઈપણ પ્રાણીની હિંસા પિતાની ખાતર ન થાય, તેના માટે સતત જાગ્રત રહેવું પોતાના માટે જરૂરી કઈ પણ વસ્તુને ઉપયોગ પિતાની જાતે તે હિંસા વિનાની હોય તે જ કરી શકે. તડકા અને લેકેના પગફેરથી ખુંદાયેલા રસ્તા અને જમીન ઉપર જ જીવનભર ચાલવાનું અને રહેવાનું, સચિત્ત, કોઈપણ વસ્તુને અડકાય જ નહિ. અડકવાથી તે જીને દુઃખ થાય પાણી માટે પણ તેમ જ; નદી, નાળાં તળાવ, કુવા, વાવ, વાવ, સમુદ્ર, સામે ભર્યો હોય, નળ વહેતા મૂક્યા હોય તે પણ તેના એક ટીપાનેય ઉપગ તે શું! પણ અડાયે નહિ.
ગમે તેવી કડકડતી ટાઢ, હિમ કે બરફથી અંગ હું હું થઈ જાય તે પણ અગ્નિને અડવાનું તપાવવાનું હોય જ નહિ તે પછી રાંધી લેવાની વાત જ શી !
ગમે તેવી ગરમી થાય મુંઝાઈ જવાય તે પણ પંખાને તે શું! પણ કાગળ કપડાથીયે પવન ખવાય જ નહિ..