________________
શકીએ છીએ. માટે કહેવું જ પડશે કે બાલવયમાં આચ્છાદિત રહેલા ગુણે જ મોટી ઉંમરે પ્રકાશમાં આવે છે.” કદાચ કેઈ એમ કહેતું હોય કે–અભ્યાસ અને સત્સંગથી ગુણે આવે છે તે વાત અપેક્ષાએ તદ્દન સાચી છે, પણ એકાન્ત તેમજ હેય છે એવું પણ નથી. કેમકે–અભ્યાસાદિ બધી જ રીતે સરખી સામગ્રીવાળા બે બાળકમાં એક પહેલે નંબરે જ્યારે બીજે છેલ્લે નંબરે બેસે છે. વખત જતાં એક મહાન વિદ્વાન તરીકે - જાહેર થાય છે જ્યારે બીજે તદ્દન સામાન્યની પંક્તિમાં પણ મહામહેનતે આવે છે. એટલે બહારની અભ્યાસાદિ સામગ્રી કરતાં આંતરિક લાયકાત એ જ બંનેના ભેદનું શક્તિનું મૂળ કારણ છે.
અંદર લાયકાત હોય તે જ મોટી ઉંમરે તે ખીલે કૂવામાં હોય તે જ હવાડામાં આવે.” તેલ તલમાંથી નિકળે પણ રેતીને ગમે તેટલી પીલવા છતાં ય તેમાંથી તેલ નહિ નીકળે. માટે નક્કી થાય છે કે પ્રાણીઓમાં અમુક શકિતઓ અમુક કાળ સુધી ઢંકાયેલી રહે છે, જ્યારે પ્રસંગ આવ્યે ખીલી નીકળે છે.
તેમ આપણા ચારિત્રનાયિકામાં પણ સમ્યગૂ દર્શન-જ્ઞાનનચારિત્રને ઢાંકનાર આવરણ ખસી જતાં આંતરિક આચ્છાદિત શક્તિએ ગ્ય પ્રસંગ સાંપડતાં ખીલવા માંડી કે જેની પ્રતિભાથી શાસન સંઘ અને સમુદાય સુગંધીત થવા લાગ્યાં. એટલે ચંપાશ્રીજી નામને નામ પ્રમાણે જ અપૂર્વ ગુણ કેળવી સાર્થક