________________
૭
સાધવી તરીકેની લાયકાત જૈન સાધ્વી થવું એ એટલું બધું સહેલું નથી કે જે વેશ પહેરવાથી આવી જાય.
હંમેશાં ઉઘાડા પગે રહેવું. ટાઢ તાપ સહન કરવા. સદાને માટે પગે ચાલી વિહાર કરવા. ભિક્ષાવૃત્તિથી જ જીવન ટકાવવું. કડક ત્યાગ તપશ્ચર્યાઓનું પાલન કરવું.
ગમે તેવા સંજોગોમાં પણ કડકમાં કડક ગુરુઆજ્ઞા શિરમાન્ય કરવી
છ છ મહિને ચાદિ કષ્ટ સ્વેચ્છાએ સહન કરવાં.
આમ અનેક જાતનાં કષ્ટ આત્માની સન્મુખ રાખી સ્વછાએ સ્વીકારવાથી જ જૈન સાધ્વી તરીકેની લાયકાત આવે છે.
ઉપકત બધા જ ગુણનું બીજ બાલવયથી જ તેમનામાં જણાતું હતું. તેમ ન હોય તે મેટી ઉંમરે પણ આવે જ ક્યાંથી ? પણ બાલ્યવયમાં આચ્છાદિત રહેલા તે ગુણે આવરણ જતાં ખીલી નિકળે છે. ૨૫ વર્ષે મહાન વિદ્વત્તા મેળવનાર બાળક બે વર્ષની ઉંમરે પૂરું બેલી પણ શકતું નથી તે પછી વાંચતા લખતાં તે આવડે જ ક્યાંથી ? છતાં તેની તે જ વ્યકિતમાં વખત જતાં કેટલે બધે ફરક પડે છે તે આપણે નજરે જોઈ