________________
ભલે ભલે પ્રભુજી પધારીયા, પાવસ પાવન કિધારે; જનમ સફલ આજ અમ તણે, અમ્લ ઘરે પાછલાં દીધાંરે; રાણ રાય જિન પ્રણમીયા, મેટે મેતિયડે વધાવિરે; જિન સનમુખ કર જેડીય, બેઠલા આગલે આવિરે. ધન અવતાર અમારડે ધન દિન આજુને એહરે, સુરતરૂ આંગણે મેરિઓ, મેતિયડે વ્હેલે મેહેરે; આપું અમારડે એવડે, પૂરવ પુન્યને નેહરે; હેડલે હેજે હરસિએ, જે જિન મલિએ સંજોગોરે. અતિ આદર અવધારિએ, ચરમ માસતું રહિયારે, રાય રાણિ સુરનર સવે, હિયડલા માંહે ગહગહિયારે, અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની પાપ સંતાપ પર થયે, શાતા થઈ તન મનની. ઇંદ્ર આવે આવે ચંદ્રમા, આવે નરનારીના વૃંદર, ત્રણ પ્રદક્ષણા દેઈ કરી, નાટિક નવ નવે દરે; જિનમુખ વયણની બેઠડી, તિહાં હૈયે અતિ ઘણી મીઠીરે, તે નર તેહજ વરણ, જીણે નિજ નયણલે દીઠી. ઈમ આણંદ અતિક્રમ્યા, શ્રાવણ ભાદ્ર આસો રે; કૌતક કેડિલે અનુક્રમે, આવિયા કાર્તિક માસરે, પાખિ પર્વ પતલું, હિતલું પુન્ય પ્રવાહિરે, રાય અઢાર તિહાં મિલ્યા, પિસહ લેવા ઉછાહિરે. ત્રિભવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામરે; સહેજ સંકિરણ તિહાં થયે, તિલ પડવા નહિ ઠામ,