________________
( આવો આ દેવ-એ રાગ) આ આ ગુરૂજી મારા મન મંદીરમાં આ મારાં દલડાં સૂનાં. કરતી રેતી બાલિકાઓ વિનવે છે આજ, મારાં લઘુ વયમાં વિરાગ્ય રંગમાં, મેહને દીધા તમાચા મહાભાગ્યને પુણ્યદયથી, સદ્ગુરૂ મળીઆ સાચા મારાં. ૧ છે ગુરૂજી આપે સ્વર્ગમાં જાતાં, વિચાર કેમ ન કીધે ટળવળતા સમુદાયને મૂકી, છેતરી છેડજ દીધે મારાં૦ ૨ ચાતક પક્ષી મેઘને જોઈ, પીવું પીવું કરી મૂકે તેમ ગુરૂજીનું મુખ જોયા વિણ, પ્રભાશ્રીજી અહનિશરે મારાં ૩. બે હજારને નવની સાલે, આ વૈશાખ માસ વદી છઠની મધ્ય રાત્રે ગુરૂજી, પામ્યા છે સ્વર્ગવાસ મારાં ૪ પરિવાર પોકાર કરે ગુરૂજી, એકવાર દર્શન આપે સ્વપ્નાંતરમાં તમે આવીને, વિરહની વેદના કાપ મારાં૦ | ૫ | અરે ગુરૂજી વિનંતિ કરતાં, હૃદય કહ્યું નથી કરતું આપના શીતલ આશ્રય વિના, મન નથી મારું ઠરતું મારાં છે ૬ અધીર હવે આ હદયને, ના રહે ધીર લગારા મન જાણે ઊડી મળું રે, પાંખ નથી શરીર મારાં છે ૭ સાગરમાં પાણી ઘણું રે, ગાગરમાં નવિ સમાયા મુજ મનડા કેરી એ વાતે, તુમ વિણ કેમ કહેવાય મારાં ૮ -અમૃત સમ ગુરૂજીનું દર્શન, શિવ માર્ગને કાજે કિહીનૂર પ્રભા સમ ગુરૂજી, ક્ષમા તણું ભંડાર મારાં ! ૯