________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ તિક કે મતાંતિક નથી પક્ષપાતી કે અવિવેકી નથી પણ ઉત્તમ અને વિચારવા જેવું છે. દેખાવે એ સામાન્ય લાગશે, પરંતુ સૂક્ષમ વિચારથી બહુ ભેદવા લાગશે, આટલું તે તમારે સત્ય માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે........ જે એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તે બીજા ધર્મ મતને અપૂર્ણ અને અસત્ય કઈ પ્રમાણથી કહી શકાય નહીં. એ માટે થઈને જ એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેના તત્વ પ્રમાણથી બીજા મતેની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ.
જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્વથી કોઈપણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મ શક્તિને પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈન દર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વધર્મમત જાણી લીધા પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. એ સર્વજ્ઞ દર્શનના મૂળ તત્વ અને બીજા મતના મૂળ તત્વ વિષે અહીં વિશેષ કહી શકાય તેટલી જગ્યા નથી.
જે વિવેકીઓ આ સુખ (તત્વ) સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણીની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અલ્પારંભી, નિરારંભી અને સર્વ મુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ચથતા વિષે તે વિશેષ કહેવા રૂપજ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે.
ૐ શાંતિ.