________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ જાગૃતિ રૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંત કાળના અધ્યાસવાળા પદાર્થોને સંગ છે, તે કંઈ પણ દષ્ટિને આકર્ષે એ ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે. એમ છે તે પછી વિચાર દશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તેપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિને ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જો કે આરંભ પરિગ્રહને ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિને હેતુ હેવાથી વારંવાર તેને ત્યાગ ઉપદે છે.
જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કર એ છૂટવાને એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલે જ્ઞાની પુરૂષને માગ સમજવાને સમય સમીપ પ્રાપ્ત થશે.
જે જે પ્રકારે પર દ્રવ્ય (વસ્તુ) નાં કાર્યનું સંક્ષેપ પણું થાય, નિજદોષ જેવાને દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સાસને વિષે વર્ધમાન પરિણતિએ પરમભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનેને વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એ લક્ષ રાખશે, એમ કહ્યું હતું
' અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વતી દેખાય છે તે ઉપકારી છે, અને તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણુમાં વિશેષ ઉપકારભૂત થાય છે........
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેયું છે શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વ સંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરૂષોએ “આણગારત્વ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વ સંગ પરિત્યાગ યથાર્થ