________________
પ્રજ્ઞાવષેધનું શૈલી સ્વરૂપ
કુટાતા પિટાતા; કર્મીની અકામ નિરા કરતો દુ:ખ ભોગવી તે અકામ નિરાના યાગે જીવ પાંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે, અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે ફૂડકપટ, માયા, મુર્છા, મમત્વ, કલહ, વંચના, કષાય પરિણતિ આદી રહેલ છે. સકામ નિરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામ નિર્જરા કરાવી, આત્મતત્ત્વને પમાડે છે.
૩૫
શાતાવેનીય, અશાતા વેદનીય વેઢતાં શુભાશુભ કર્માંનાં ફળ ભાગવવા આ સ ંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણુવી જોઈ એ. ૧. નરકગતિ ૨. તિય ચગતિ ૩. મનુષ્યગતિ ૪. દેવગતિ. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત માક્ષ એ ગતિથી પમાય છે એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયે છે....... અધ્રુવ અને અશાશ્વેત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરૂ કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ?
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૧૫, ત્રણ આત્મા
(૧) અહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા
૧. અહિરાત્મા ઃ- બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપશુ પ્રાપ્ત થવુ. જોઈએ. દૂધ ને પાણી જુદાં છે તેમ સત્પુરૂષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પેાતાના આત્માનુભવરૂપે જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્મપણુ' પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત્ નિર ંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જુદા જ ભાસે, ઢાઈ વખત જેને આત્માની બ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્મપણું
થાય.
ઘણાં જીવામાં કઈક ખરા મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે; બાકી તો ત્રણ પ્રકારના જીવા જોવામાં આવે છે. જે બાહ્ય દૃષ્ટિવાળા છે.