________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે, અને એ જ ભેદ છે. વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટયું નથી ત્યાં સુધી સ્વભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગી સિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમનાં જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી એટલે અહંતુ ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.....જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જે રૂપે ઈચ્છીએ તેવે રૂપે હરિ...........આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વરેચ્છાને લીધે લખે છે.
એક પુરાણપુરૂષ અને પુરાણપુરૂષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી અમને કઈ પદાર્થમાં રૂચિમાત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વતીએ છીએ......અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે, સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી; પ્રભુની પરમ કૃપા છે. અમને કેઈથી ભિન્નભાવ રહ્યો નથી, કઈ વિષે દોષ બુદ્ધિ આવતી નથી, મુનિ વિષે અમને કેઈ હલકો વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડયા છે, એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. “સિદ્ધાંત જ્ઞાન