________________
૪૫૭
પ્રશાવબેધનું શૈલી સ્વરૂપ
પ્ર. મોક્ષ એટલે શું?
ઉ. આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વકર્મથી મુક્ત થવું તે “મેક્ષ'. યથાતથ્ય જ્ઞાન પ્રગટયે મેક્ષ. બ્રાન્તિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણમાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે? જ્ઞાનીપુરુષનાં વચનનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારને હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રયે લે તે સાધને ઉપકારના હેતુઓ છે. પુરુષની દષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષનાં વચને આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભ ગ વગેરે દોષ અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. સત્પરુષે પિોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાગમાં પડી રહેવું છે, અને લોકોત્તર કહેવરાવવું છે ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકને ભય મૂકી પુરુષનાં વચને આત્મામાં પરિણમવે તે સર્વ દોષ જાય, જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂકયા વગર સમ્યકત્વને માર્ગે આત્મામાં પરિણામ પામ કઠણ છે.
પ્ર. કમ ઓછાં કેમ થાય?
ઉ. ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લેભ ન કરે, તેથી કમ ઓછાં થાય. બાહ્ય ક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે અને કઈ દિવસ સાચા પુરુષને જેગ મળશે.
પ્ર. જીવે કેમ વર્તવું?
સમાધાન : સત્સંગને યેગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ. પણ સત્સંગને સદા યુગ નથી મળતું. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહી, સત્ય બોલવું, અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું, પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભેજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે તે પણ જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે. નહી તે પુણ્ય