________________
૩૫૫
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ તે ફૂટી ગયું અને પછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિઆથી માંડી સુવર્ણ ઈત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે.
પ્ર. જ્ઞાનથી કર્મ નિજેરે ખરાં?
ઉ. સાર જાણ તે જ્ઞાન. સાર ન જાણ તે અજ્ઞાન. કંઈપણ પાપથી આપણે નિવતીએ અથવા કલ્યાણમાં પ્રવતીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરે. અહંકાર રહિત, કદાગ્રહ રહિત, લેકસંજ્ઞા રહિત, આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા”. પ્ર. દેવ કેણ?
ઉ. વીતરાગ. પ્ર. દર્શન યેગ્ય મુદ્રા કઈ? ઉં. વીતરાગતા સૂચવે છે. પ્ર. ઉદયકમ કેને કહીએ?
ઉ. એશ્વર્ય પ્રાપ્ત થતાં તેને ધક્કો મારી પાછું કાઢે કે “આ મારે જોઈતું નથી મારે એને શું કરવું છે? ઘર-સંબંધીની આટલી ઉપાધિ થાય તે ઘણી છે. આવી રીતે ના પાડે, ઐશ્વર્યપદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઈછે તેને લીધે આવી પડે, તે તેને વિચાર થાય કે જે તારે પ્રધાનપણું હશે તે ઘણા જીવની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તક–શાળાએ થશે, પુસ્તક છપાવાશે, એવા ધર્મના કેટલાક હેત જાણીને વૈરાગ્ય ભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઈચ્છા સહીત ભેગવે અને ઉદય કહે છે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.
પ્ર. મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે?
ઉ. જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં, એક પુરુષ આવી બેઠે, અને તે વિદેહ મુક્ત થયે. ત્યારે પછી બીજે અહીં આવી બેઠે. તે પણ મુક્ત થયે. આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયે નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે, પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આભા પ્રત્યેક છે “આત્મા એક છે માટે તારે