________________
૩૨૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સ્ત્રી આદિના પરિચયમાં આવવાને હેતુ થાય, સંયમ ઢીલ થાય, તે તે પ્રકારને પરિગ્રહ વિના કારણ અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણે તેથી પત્રાદિને નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદ સહિત છે.
ત્રીસ મહાહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યા છે તે સાચાં છે.
શિથિલતા ઘટવાને ઉપાય જીવ જે કરે તે સુગમ છે. તે દશા શાથી અવરાઈ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ? લેકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહને જય ન કરવાથી.
જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય. છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે.
અનંત જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપ્યું છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી તે જ પરમાત્મા છે. કામ, માન અને ઉતાવળ એ ત્રણને વિશેષ સંયમ કર ઘટે છે
પશમી જ્ઞાન વિકળ થતાં શી વાર? આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાને સંયમ સઉપગપણે કરે ઘટે છે.
જે આ જીવે તે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યા તે આ જ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.
વિષયાતપણથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે. તે યથાર્થ છે, કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હેવાથી પિતાનું પણ અનિત્યપણું ભાસે છે. | સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરૂષની વાણીને કંઈ પણ એકાંત દષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં. એ ઉપયોગ, નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે.
જીવને પિતાની ઈચ્છાએ કરેલ દોષ તીવ્રપણે ભેગવ પડે છે, માટે ગમે તે સંગ–પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે. તેમ કરવું.