________________
૩૧૧
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
અકિંચનપણથી વિચારતાં એકાંત મનથી જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ?
હે મુમુક્ષુ ! વીતરાગ ૫દવારંવાર વિચાર કરવા ગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા ગ્ય છે.
પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર. “પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.” એ વાક્યને અર્થ સમાગમે પૂછજો.
તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે.
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે તે જ “પિયુ પિયુ પિકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. એ વિના બીજે સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં તથાપિ કેઈ પ્રયત્ન કરતું નથી. મેહ બળવાન છે !
અનંત કાળથી યમ, નિયમ, શાસ્ત્રાવકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યું નહી, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વતે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યું નહીં; જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રેપ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું અર્થ ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલ એ આ શાશ્વત, સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત