________________
૩૦૪
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
એક પૂર્વે નિષ્પન્ન કરેલે એવો ઉદય સ્વરૂપ અને બીજે આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતે ભાવસ્વરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી કે તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતે આત્મભાવ ઘણું પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વતે છે, તે સંપૂણ વિભાગ વેગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. અને હાલ તે તે કારણે કરી વિશેષ કલેશ વેદન કરે પડે છે. કેમ કે ઉદય વિભાવ કિયાને છે અને ઈચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. તથાપિ એમ રહે છે કે ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તે આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે, કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાને અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે.
જે આત્મભાવ ઉત્પન્ન થયે છે, તે આત્મભાવ પર જે વિશેષ લક્ષ કરવામાં આવે તે અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગૃતાવસ્થા ઉત્પન્ન થાય, અને ચેડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે. અને જે ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયને કાળ રહેવા દેવાને વિચાર કરવામાં આવે તે હવે આત્મ-શિથિલતા થવાનો પ્રસંગ આવશે એમ લાગે છે. કેમ કે દીર્ઘકાળને આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદયબળ ગમે તેવું છતાં તે આત્મભાવ હણાયે નથી. તથાપિ કંઈક કંઈક તેની અજાગૃતાવસ્થા થવા દેવાનો વખત આવ્યે છે, એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તે શિથિલ ભાવ ઉત્પન્ન થશે.
જ્ઞાની પુરુષો ઉદયવશ દેહાદિ ધર્મ નિવતે છે. એ રીતે પ્રવૃત્તિ કરી હોય તે આત્મભાવ હણવો ન જોઈએ. એ માટે તે વાત પર લક્ષ રાખી ઉદય વેદ ઘટે છે, એમ વિચાર પણ હમણું ઘટતું નથી, કેમ કે જ્ઞાનનાં તારતમ્ય કરતાં ઉદયબળ વધતું જોવામાં આવે તે જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વરે કહ્યું છે. મૌન દશા ધારણ કરવી?