________________
૩૦૨
પ્રજ્ઞાવો।ધનુ' શૈલી સ્વરૂપ
તે બુદ્ધિબળમાં સમાય છે. જેમ જે આકાશપ્રદેશને વિષે અથવા તે તેની નજીક વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના તેટલા ભાગને લઈ ને અચ્છેદ્ય-અભેદ્ય એવુ. જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે, અને તે ઉપરાંતના બાકીના આકાશ જેને કેવળજ્ઞાનીએ પેાતે પણ અનંત (જેને અંત નહી... એવા) કહેલ છે, તે અનંત અવકાશના પણ તે પ્રમાણે ગુણુ હાવા જોઈ એ બુદ્ધિબળે નિણીત કરેલુ હાવુ જોઈ એ.
એવુ
ત્રણે પ્રકારે ઈશ્વરપણું જણાય છે ઃ (૧) જડ તે જડાત્મકપણે વતે છે. (૨) ચૈતન્ય સોંસારી જીવા વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચૈતન્યાત્મકપણે વતે છે.
ચૈતન્યના લક્ષ કરનારની બલિહારી છે.
વર્તમાનમાં લેાકેાને જ્ઞાન તથા શાંતિ સાથે સબંધ રહ્યો નથી. મતાચાર્યે મારી નાખ્યા છે. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયામાં રહ્યાં નથી.
‘ભગવતી આરાધના’ જેવાં પુસ્તક મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના મહાત્માઓને તથા મુનિરાજાને જ યાગ્ય છે. એવા ગ્રંથા તેથી ઓછી પદવી, યેાગ્યતાવાળા સાધુ-શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે, તેઓને તેથી ઊલટા અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે.
માક્ષમા એ અગમ્ય તેમજ સરળ છે.
અગમ્ય : માત્ર વિભાવ દશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મેાક્ષમાગ સમજાય તેવું રહ્યું નથી. અને તેને લીધે વમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં કુળની ખરાખર મતભેદ પડવાનુ ફળ થયું છે, અને તેથી મેાક્ષમા સમજાય તેમ નથી.
સરળ : મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તે માક્ષમાર્ગ સરળ