________________
૨૧૭૩
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠઃ ૮૯ મુનિધર્મ ગ્યતા “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું”
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હેય અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ૬ સંમંતિ પારસ૮ સં મોતિ વાદ
જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે એમ “આચારાંગ સૂત્રમાં કહ્યું છે એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે.
કાયકલેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જેવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યક્તા છે અને તેથી તપાદિક કાયકલેશ કરે છે, છતાં સ્વાથ્ય દશા અનુભવે છેતે પછી કાયકલેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધ ભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ?
દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધમ જોવામાં આવે તે દેહ ઉપરને રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે.
દિગમ્બર દષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવતીની છે, દિગઅર દષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતામ્બર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હેવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગમ્બર કહે છે કે નાગાને એટલે નગ્ન સ્થિતિવાળાને મોક્ષમાર્ગ છે, બાકી તે ઉન્મત્ત માર્ગ છે, “રિમોરવમો લેવા ચમચા સ’ વળી
ના એ બાદશાહથી આઘે” એટલે તેથી વધારે ચઢિયાતે. એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. નગ્ન એ “આત્મમગ્ન.” મુનિઓની વૃત્તિ અલૌકિક હેવી જોઈએ, તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે.
અણગાર-ઘર વિનાના, સમિતિ=સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી પ્ર.-૧૮