________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
૨૭૧ જે એમ ન કરવામાં આવે તે એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તે આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી, કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવા યંગ્ય નથી.
જન્મથી જેને મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આપાગી એવી વૈરાગ્ય દશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈપણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબંધે છે. તેમજ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા ગ્ય કેઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થને તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વતે છે, વર્તાવું ઘટે છે અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાની પુરુષો અનિદ્રાપણે સાડા બાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું, એક શબ્દને ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં, સાવ નિરાવરણ, વિજેગી, વિભેગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું.
અહે લેકે ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે, એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો! ઉપયોગ કરે! એમ ઉપદેશવામાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકથી મુક્ત કરવાનું હતું, એ સઘળાં જ્ઞાનીઓ કરતાં પરમમાન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વસ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શેકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહે ભવ્ય લોકે! એમાં મધુરી માહિતી ન આણતાં એથી નિવૃત્ત થાઓ! નિવૃત્ત થાઓ !! મહાવીરને એક સમય માત્ર પણ સંસારને ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે, તેમ તેવું સ્વાયરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણ