________________
૨૫૩.
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ થશે, અને જે સમય પર તે પ્રકાર હોવા ગ્ય હશે તે સમયે થશે, એવા પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમ કે તે કરૂણભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય મહાસ્યને ભજે એમ થવા દેવા ગ્ય નથી, અને હજુ કંઈક તેવો ભય રાખ ગ્ય લાગે છે.
શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમ સૌને એ ખેદ દૂર કરાય તે સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણું ઘણું પ્રસંગે સ્કુર્યા કરે છે, અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે, અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ ગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થાય છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતે હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સમરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે, અને જીવને નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવે ખેદ રાખતાં છતાં જીવે છે; એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે, વળી પરિણામાંતર થઈ ચેડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશ પ્રદેશેસફુરી નીકળે છે, અને તેવી તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દષ્ટિ કરી તે પ્રકારને હાલ તે ઉપશમાવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે.
ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જ સંસાર સંબંધે સી આદિએ પ્રાપ્ત થયા છે, તે જીની ઈચ્છા પણ દુભાવવાની ઈચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિગને બળવાન રીતે વેદીએ છીએ. અને જેની