________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ એકથી મૈત્રી કરીશ નહીં, કર તે આખા જગતથી કરજે.
ચેથે ગુણસ્થાનકે આવેલે પુરૂષ પાત્રતા પાયે ગણી શકાય. ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠું મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહાવાસમાં સામાન્ય વિધિઓ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તે એર જ છે! એ ધર્મ ધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે.
૧. મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવેર બુદ્ધિ. ૨. પ્રદ–અંશ માત્ર પણ કેઈને ગુણ નીરખીને રોમાંચિત '
ઉલ્લસવાં. ૩. કરૂણ–જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને વેગ્ય થવું.
ચાર તેના આલંબન છે. ચાર તેની રૂચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે.
જે પવન (શ્વાસ)ને ય કરે છે, તે મનને જય કરે છે. જે મનને જ્ય કરે છે તે આત્મલીનતા પામે છે, આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યેજના સપુરૂષના અંતરમાં
શ્વાસને જ્ય કરતાં છતાં સત્પરૂષની આજ્ઞાથી પરહૂમુખતા છે, તે તે શ્વાસ જ્ય પરિણામે સંસારજ વધારે છે. શ્વાસને યે ત્યાં છે કે
જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે, સદ્ગુરૂ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે. પJપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે.
જેમ બને તેમ જીવના પિતાના દેષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે.
૩ શાંતિ