________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
૨૫૦
ક્રમ બાંધતા નથી, આકાશમાં ચૌદ રાજલેાકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપુર છે; તેજ પ્રમાણુને શરીરને વિષે રહેલા જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુના સમૂહ ભરપુર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી ક`બંધ પાડે છે. એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કોઈ કોઈ પદાથ પ્રત્યે જીવ રાગ દ્વેષ કરે તે તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે ? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગ દ્વેષ રૂપ પરિણિત તે કરનાર આત્માની વિભાવ રૂપ પરણિત છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે; માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલાએવા જે આત્મા તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુગલ-પરમાણું તેને ગ્રહીને ખાંધે છે. બહાર ગ્રહવા જતા નથી.
કમ પ્રકૃતિ, તેનાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેનાં બંધ, ઉય, ઉદીરણા, સ’ક્રમણ, સત્તા અને ક્ષય ભાવ જે બતાવવામાં (વર્ણવવામાં) આવ્યા છે, તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વવનાર જીવ કેમિટના પુરૂષ નહીં પરંતુ ઈશ્વર કોટિના પુરૂષ જોઈ એ એવી સુપ્રતીતિ થાય છે.
ચાર ઘનઘાતી કર્મના ક્ષય થતાં અંતરાય કર્મીની પ્રકૃતિના પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાં...તરાય, ભેાગાંતરાય અને ઉપભાગાંતરાય એ પાંચ પ્રકારના અતરાય, ક્ષય થઈ અને તદાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનતવીય લબ્ધિ અને અનત ભાગ ઉપભાગ લબ્ધિ સપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાય કઈ ક્ષય થયુ છે એવા પરમ પુરૂષ અનતાનાદિ આપવાને સંપૂર્ણ સમ છે, તથાપિ પુદ્ગલ દ્રવ્ય રૂપે એ દાનાદિ લબ્ધિની પરમ પુરૂષ પ્રવૃત્તિ કરતા નથી. ૐ શાંતી