________________
૨૪૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ગણાય. આ કારણથી તે ભવની આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી.
આયુષ્ય કર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભેગવાતી નથી. ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીર પ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભેગવવા તેને આધાર આયુષ્ય કર્મ ઉપર છે. જેમ કે એક માણસની સે વર્ષની આયુકમ પ્રકૃતિને ઉદય વતે છે. તેમાંથી તે એંસીમેં વર્ષે અધુરે આયુષે મરણ પામે તે બાકીના વીશ વર્ષ કયાં અને શી રીતે ભગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે. એકાશીમા વર્ષથી નથી. તેથી કરીને આયુષ્યજન્ય પ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડે હોય તે તે પ્રકાર ઉદયમાં આવવાથી કેઈની નજરમાં કદાચ આયુષ્ય લૂટવાનું આવે, પરંતુ તેમ બની શકતું નથી.
સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિકરણને નિયમ આયુકર્મ વણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં.
જે ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તે આત્મપ્રદેશથી કમ ખરી જઈ નિર્જરા થાય. અથવા મંદ રસે ઉદયમાં આવે.
બીજા ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં. ને તે આત્મ પ્રદેશે વેદવું જ જોઈએ, ને તે વેદના વેદતાં મુશ્કેલીને પૂર્ણ અનુભવ થાય છે. જે ત્યાં ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તે આત્મા દેહાકારે પરિણમે એટલે દેહ પિતાને માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિને ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતા વેદની વેદતાં નિર્જરા થાય છે ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજા દર્શનેવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.