________________
૨૩૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધ કર્મને ઉદય તેમ વતતાં તેમને બાધ હોતું નથી. દેહ સહિતનું જેનું અહં પણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યને દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતું હતુંતે પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય?. ...તેને મેહ શો અને તેને શેક છે? કે જે સર્વત્ર એકત્વ (પરમાત્વ સ્વરૂપ) ને જ જુએ છે. ૧૬. બાભુરાજા -
ભુરાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું, અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે રાભુરાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્ય લક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારે પરમ અનુગ્રહ મારા ઉપર હોય તે પંચ વિષયના સાધનરૂપ એ રાજ્ય લક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન છે એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ “તથાસ્તુ' કહી સ્વધામગત થયા. કહેવાને આશય એ છે કે એમજ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખા જ છે અને વળી કઠણાઈ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિબંધ દર્શન રૂપ નથી. આપને તે આ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિષે કઠણાઈ હેવી ઘટારત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારૂં છે એમ ન માને, અને પ્રારબ્ધ વેગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં એકલી છે. અધિક શું કહેવું? એ એમજ છે. ૧૭. મહાત્મા વ્યાસજી :
મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વતે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયે નહેતે, અમને પણ એમજ છે. અખંડ એ હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કયાંથી આવડે! અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક