________________
૨૦૪
પ્રાવધનું શૈલી સ્વરૂપ પરમસત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરે અવશ્ય છે – અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? આ વાકયમાં અનત અર્થ સમાયેલો છે, અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દઢ થઈ ગૂર્યા વિના માર્ગની દિશાનું પણ અ૫ભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળ પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એજ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું? તે જણાય છે.
સંત્સંગમાં, સને જેને સાક્ષાત્કાર છે એવા પુરૂષના વચનનું પરિચયન કરવું કે જેમાંથી કાળે કરીને સની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પિતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયેજ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સને માગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવન મૂતિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે, આ અમારું હૃદય છે.
શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે એગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે.
સપુરૂષને વેગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે. એમાં સંશય નથી. ગ્રીષ્મઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને પુરૂષને ગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તે વેગ મળ દુલર્ભ કહ્યો છે.
જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરૂષને સત્સંગ કે દર્શન એ મહતું પુણ્યરૂપ જાણવા યોગ્ય છે.
જગત સુખ પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીને માર્ગે સ્પષ્ટ સિદ્ધ થાય.
તુ શાંતિ