________________
૧૮૩
પ્રસ્તાવબોધનું શૈલી સ્વરૂપ દષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરૂષ જ્યવાન વર્તે. આપણે તેવા થવાને પ્રયત્ન કર જોઈએ.
તે જિન-વર્ધમાનાદિ સપુરુષે કેવા મહાન મનેયી હતા? તેને મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું; તેને સર્વે અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી, તેને ક્રમ માત્ર આત્મ સમતાથે હતે. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાને જય એક કલ્પ થ દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી.
એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું—એ આત્મદશ રૂપે ખરે વૈરાગ્ય હતે. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમ રાગી હો, સંસારને પરમ જુગુપ્સિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્દભૂત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણાહલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું. મેક્ષમાર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર ! નમસ્કાર હે! આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દષ્ટિએ ખેંચી લીધે.
આર્ય ત્રિભુવને દેહોત્સર્ગ કર્યાના ખબર તમને મળ્યા તેથી ખેદ થયે તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિનપ્રતિદિન શાંતાવસ્થાએ કરી તેને આત્મા સ્વરૂપલક્ષિત થતું હતું. કમતત્વને સૂમપણે વિચારી, નિદિધ્યાસન કરી, આત્માને તદ્દનુયાયી પરિણતિને નિરોધ થાય એ તેને મુખ્ય લક્ષ હતે. વિશેષ આયુષ્ય હોત તે તે મુમુક્ષુ ચારિત્રહને ક્ષણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. શાંતિઃ શાંતિઃ શાંતિઃ