________________
પ્રજ્ઞાવબોધનુ` શૈલી સ્વરૂપ
સ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમ કે જયાં રાગાદિ દોષના સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યાગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનનેસ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે.
૧૪૨
જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાકય માન્યતા યેાગ્ય છે. સાંખ્યાદિ દઈને બંધ મેક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણુ સિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે તેમાં ભેદ પડે છે. સં વિચારણાનું ફળ આત્માનું સહેજ સ્વભાવે પરિણામ થવું એ જ છે, સ`પૂર્ણ રાગ દ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહી એવે। નિશ્ચય શ્રી જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં ખળવાન પ્રમાણભૂત છે.
જે વિચારવાના દુઃખનું યથા મૂળ કારણુ વિચારવા ઊઠયા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થી સમાધાન પમ્યિા અને ઘણા યથા સમાધાન નહીં પામતાં છતાં મતિભ્યામાહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મોમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મૂળ કારણ એજ છે.
વીતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરૂણાશીલ મહાત્માના યાગ પ્રાપ્ત થવા અતિશય કઠણ છે. મહદ્ ભાગ્યાયના યાગથી જ તે યાગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી.
જે ઉપાયા દર્શાવ્યા તે સમ્યક્ દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યક્ મેાક્ષ,
ૐ શાંતિ