________________
૧૨૯
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર !
જે આત્માએ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે.
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છેડયા વિના છૂટકે થ નથી, તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કરે ગ્ય જ છે એમ સમજવું.
કેટલાક લક્ષમીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન ફટબથી મહત્તા મળે છે એમ માને છે કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે, પણું એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એમાં જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષમીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો પર આજ્ઞા, વૈભવ એ સઘળું મળે છે અને એ મહત્તા છે એમ તમે માનતા હશે, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા અને મૂઢતા આપે છે. કુટુંબ સમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપોષણ કરવું પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરે પડે છે કે થાય છે, કહો ત્યારે એમાં મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કમ વડે કરી આત્માની નીચે ગતિ થાય છે, નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે.
જે પ્રાણુને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણ સુખી નથી. તેને જે મળ્યું છે તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે.........ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં ધમની દઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલે પુરૂષ કેઈકજ છૂટી શકે છે; વૃત્તિ એમાંજ લટકી રહે છે પરંતુ એ વૃત્તિ કેઈ કાળે સુખપ્ર.-૯