________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૨૭ ભક્તિએ તે પુરૂષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એ પુરૂષ, તે આત્મકલ્યાણને અર્થ તે પુરૂષ જાણ, તે શ્રુત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા ગ્ય છે?તે દષ્ટાંત મન મહિલાનું રે, વ્હાલા ઉપરે, બીજાં કામ કરંત, આપી સમર્થ કર્યું છે....તે પુરૂષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયું છે જે ધર્મ તેમાં સવ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એકલયપણે, એક
સ્મરણપણે, એક શ્રેણપણે, એક ઉપગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રુતધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે, એ કામ્ય પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એ શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. एग जाणइ से सव्वं जाणई', जे सधं जाणइ ए एग जाणई।
–આચારાંગ સૂત્ર એકને જાણે તેણે સર્વ જાણ્યું, જેણે સર્વ જાણ્યું તેણે એકને જાણ્ય.
આ વચનામૃત એમ ઉપદેશ છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણવાનું પ્રયત્ન થશે, અને સવજાણ્યાનું પ્રયત્ન એક આત્માને જાણવાને માટે છે. તે પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતા નથી.
નમે જિણાણું જિદ ભવાણું. જેની પ્રત્યક્ષ દશા જ બેધરૂપ છે, તે મહરૂષને ધન્ય છે.
नमो दुर्धार रागादि, वैरि धार निधारिणे । ____अहते योगिनाथाय, महावीराय तायिने ॥
શ્રી હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્રની રચના કરતાં મંગલાચરણમાં વિતરાગ સર્વજ્ઞ અરિહંત ભેગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે.
વાર્તા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમુહને જેણે વાર્યા, જીત્યા, જે સર્વજ્ઞ વીતરાગ થયા,
की प्रत्यक्ष ६३
वैरि धार माथि