________________
૧૦૭
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
ચૌદ પૂર્વ ધારી અગિયારમેથી પાછા પડે છે તેનું કારણ પ્રમાદ છે, પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટો” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે, અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું, કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. આ કારણથી વૃત્તિઓને. ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્દભવે નહીં. દઢ નિશ્ચય કર કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી, અવશ્ય એ. જ જ્ઞાની પુરૂષની આજ્ઞા છે.
આપણે વિષે કઈ ગુણ પ્રકટ હોય અને તે માટે જે કઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જે તેથી આપણે આત્મા અહંકાર લાવે તે તે પાછો હટે. પિતાના આત્માને નિંદે નહી, અત્યંતર દોષ વિચારે નહીં તે જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. પણ જે પિતાના દેષ જુએ, પિતાના આત્માને નિંદે, અહંભાવ રહિતપણું વિચારે તે સપુરૂષના આશ્રયથી આત્મલક્ષ થાય. માગ પામવામાં અનંત અંતરાયે. છે. તેમાં વળી મેં આ કર્યું, મેં આ કેવું સરસ કયું? એવા પ્રકારનું અભિમાન છે. મેં કાંઈ કર્યું જ નથી એવી દષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય.
જીવ અહંકાર રાખે છે, અસત વચનો બોલે છે, બ્રાન્તિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડો આવવાને. નથી. હું જાણું છું” એવું અભિમાન તે રૌતન્યનું અશુદ્ધપણું.
| # શાંતિ
શિક્ષાપાઠઃ ૪૨, બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત એ છે રહેજે, આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. '