________________
૧૦૫
પ્રસ્તાવધનું શૈલ્ય સ્વરૂપ તેને આશ્રય કરે એગ્ય છે.
આ કાળને વિષે અને તેમાં પણ હમણું લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ શાણપણને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી તે અને આજની સરળવૃત્તિ એમાં મેટે તફાવત થઈ ગયેલ છે.
# શાંતી
શિક્ષાપાઠઃ ૪૧. નિરભિમાનપણું શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિને ભય રહે છે તે સંભવિત છે. જેણે જેણે સદગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથા રૂપ પ્રસંગ જેવા પ્રસંગમાં ઉદય થતું નથી અથવા તરત સમાય છે. તે અહંભાવને જે આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તે પૂર્વાપર તેને સંબંધ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હેય, તે તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળક્ટ ઝેર છે, એમાં કઈ રીતે સંશય નથી, અને સંશય થાય તે તે સંશય માન નથી, તે સંશયને અજ્ઞાનજ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હેય, તે તે અહં-ભાવ ઘણું કરી બળ કરી શક નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભવતા થઈ તેને પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તે આત્માર્થને બાધ ન થાય
તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળીજીમાં અનેક ગુણસમુહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઇને વંદન કરવામાં પિતાનું લઘુપણું થશે માટે અત્રેજ ધ્યાનમાં રોકાવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણ સમયે આત્મધ્યાનમાં