________________
ا
»
૩૯ દીવાળીનું ચૈત્યવંદન. (૨) ત્રીસ વરસ કેવલીપણે, વિચરી મહાવીર; પાવાપુરી પધારિયા, શ્રી જિન શાસન ધીર. ૧ હસ્તીપાલનૃપ રાયની, રજુકા સભા મઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યા, લહી અભિગ્રહ સાર. ૨ કાશી કેશલ દેશના, ધણું રાય અઢાર; સ્વામી સુણી સહુ આવીયા, વંદણને નિરધાર. ૩ સેળ પહોર દીધી દેશના, જાણી લાભ અપાર; દીધી ભવિ હિત કારણે, પીધી તેહી જ પાર. દેવશર્મા બોધન ભણો, ગોયમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ. ૫ ભાવ ઉદ્યોત ગયો હવે, કરો દ્રવ્ય ઉદ્યોત; ઈમ કહી રાય સર્વે મલી, કીધી દીપક જાત. ૬ દીવાલી તિહાંથી થઈ એ, જગમાંહે પ્રસિદ્ધ પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ. ૭
૪૦ પાર્શ્વનાથનું ચૈત્યવંદન. પ્રણમામિ સદા પ્રભુ પાર્શ્વજિન, જિનનાયક દાયક સુખઘન ઘનચારૂમનહર દેહધર, ધરણી પતિ નિત્ય સંસેવક. ૧ કરૂંણ રસરંચિત ભવ્ય ફણી, ફણી સપ્ત સુશોભિત મૌલિમણિ મણિ કંચન રૂપ વિકેટીઘટ, ઘટિતાસુર કિન્નર પાર્થ તદૃ. ૨ તટિનીપતિ ઘોષ ગંભીર સ્વર, સ્વારનાકર અશ્વસુસેન નરે;