________________
૫૩૩
ઇંદ્ર પ્રશંસા અણમાનત, સંગમ સુરે બહુ દુઃખ દીધાં છે; એક રાત્રિમાં વીસ ઉપસર્ગ, કાર નિઠાર તેણે કીધા છે. ૧૦
છમાસવાડા પૂ! પડિયો, આહાર અસૂઝતો કરતો ; નિશ્ચલ ધ્યાન નિહાલી પ્રભુનું, નાઠ કમથી ડરતો છે. ૧૧
હજી કમ તે અઘોર જણી, મને અભિગ્રહ ધારે છે; ચંદનબાલા અડદને બાલે, થટમાસી તપ પારે છે. ૧૨
પૂરવ ભવ વેરી ગોવાલે, કાને ખીલા ઠેકયા છે; ખરક વૈધે ખેંચી કાઢયા, ઇણ પેરે સહુ કર્મ કયાંજ. ૧૩
બાર વર્ષ સહેતાં મ પરિસહ વૈશાખ શુદિદિન દશમી કેવલજ્ઞાન ઉપન્યું પ્રભુને, વારી ચિલું ગતિ વિષમી છે. ૧૪
સમોસરણ તિહાં દેવે રચિયું, બેઠા ત્રિભુવન ઈશ છે, શાબિતા અતિશય ચોત્રીશેક વાણી ગુણ પાંત્રીસ છે. ૧૫
ગૌતમ પ્રમુખ એકાદશ ગણધર, ચૌદસહસ મુનિરાય છે; સાધવી છત્રીસ સહસ અનોપમ, દીઠે દુર્ગતિ જાય છે. ૧૬
એક લાખને સહસ ઓગણસાઠ, શ્રાવક સમકિતધારી છે, ત્રણ લાખને સહસ અઢારશે, શ્રાવિકા સેહે સારી છે. ૧૧૭
'સ્વામી ચઉહિ સંધ અનુક્રમે, પાવાપુરી પાય ધારે છે, કાર્તિક વદિ અમાવાસ્યા દિવસે, પહોતા મુકિત મઝારે છે. ૧૮
પર્વ દીવાલી તિથિી પ્રગટ્યું, કીધો દીપ ઉદ્યોત છે; રાય મલીને તિણે પ્રભાત, ગોતમ કેવલ હાત છે. ૧૯
તે શ્રીગૌતમ નામ જપતાં, હવે મંગલમાલ છે,