________________
५०१
૫૪ પજુસણની સઝાય. • આજ મારે મન વસ્યારે, ભવિજન પર્વ પજુસણ મોટા, હાળી બળેવને નેરતા, જાણે એ સર્વે છે ખોટા. આજ૦૧
ચોથ છઠ્ઠ અઠ્ઠમ અઠાઈ, માસક્ષમણ પણ કરીએ કેવ ગુરૂ આણા મન ધરીએ, તો ભવ સાયર તરીએ. આ૦ ૨
અઠાઇધરને પિસે લીજે, ગુરૂ વાણી રસ પીજે કલ્પ ઘરે પધરા ભગત, ભાવે મન ઉલસી, આજ૦ ૩
કુંવર ગયવર બંધ ચડાવો, ઢેલ નિશાન વજડા, ક૯પસૂત્ર ગુરૂ પાસે રાખી, પૂજા ભાવના ભાવો. આજ ૪
તેલાધર દિન રૂડો જાણી, કાઠીયા તેરને વારો સંવત્સરી દીન બારસે સુણીને, ક્રોધ કષાયને મારો. આ૦ ૫
- મન વચન કાયાએ જે કીધા, પાપકર્મ જે ફૂડ મિચ્છામિ દુક્કડં દઈ કરીને, પડિકમણું કરો રૂડાં. આ૦૬
સરલ ચિત્ત આણું મન વાળી, જે નરનારી ભણશે; કહે લધુ બાળક નીતિવિજય, અવિચલ લીલા વરશે આ૦૭
પપ ચરખાની સક્ઝાય. * સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું, જલ જાઈ થલ ઉ૫નીજી, ઉપની આપોઆ૫; એક અચંભે એસ કીનો, બેટી જાય બાપ રે સુણ ચરખેવાલી ચરખો ચાલે છે તારો ચું ચું ચું