________________
૧૩
૧
૨૦ પંચમીનું ચિત્યવંદન. સકલ સુરાસુર સાહિબે, નમીએ જિનવર જેમ, પંચમી તિથિ જગ પરવડે, પાળો જન બહુ પ્રેમ. જિન કલ્યાણક એ તિથે, સંભવ કેવળજ્ઞાન; સુવિધિજિનેશ્વર જનમીયા, સે થઈ સાવધાન. ચ્યવન ચંદ્રપ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત, પંચમી દિન મોક્ષે ગયા, ભેટો ભવિજન સંત. કુંથ જિન સંજમ ગ્રહ્યો, પંચમી ગતિ જિનધર્મ નેમી જન્મ વખાણુએ, પંચમી તિથિ જગ શમ. પંચમીના આરાધએ, પામે પંચમ જ્ઞાન ગુણમંજરી વરદત્ત તે, પહેમ્યા મોક્ષ સુઠાણ. કાર્તિક શુદિ પંચમી થકી, તપ માંડી જ ખાસ; પંચ વરસ આરાધીએ, ઉપર વળી પંચ માસ, દશ ક્ષેત્રે નેવું જિન તણ, પંચમી દિનના કલ્યાણ એહ તિથે આરાધતાં, પામે શિવ પદ ઠાણ. પડિક્કમણી દેય ટંકનાં, કરીએ શુદ્ધ આચાર; દેવ વંદે ત્રણ કાળનાં, પહોંચાડે ભવ પાર. નમો નાણસ્સ ગુણણું ગણે, નવકારવાળી વિશ સામાયિક શુદ્દે મને, ધરીએ શિયલ જગીશ. એણુ પરે પંચમી પાળશે, ભવિજન પ્રાણી જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણગેહ.
૬