________________
૪૨૩
ત્રણ દિશે ધર્મ હોશે નહિ, દક્ષિણ દિશે ધર્મ હશે છે. ચંદ્ર ૯ સોનાની થાળી મધે, કુતરડા ખાવે ખીર રે, ઉંચતણી રે લક્ષ્મી, નીચતણે ઘેર હશે રે. ચંદ્ર ૧૦ હાથી માથે બેઠો રે વાંદરા, તેને શે વિસ્તાર રે, મ્યુચ્છી રાજા ઉંચાહેશે, અસલી હિન્દુ હેઠા હાથ રે, ચંદ્ર-૧૧ સમુદ્ર મર્યાદા મૂકી બારમે રે, તેને શો વિસ્તાર રે, શિષ્ય ચેલોને પુત્ર પુત્રીઓ, નહિ રાખે મર્યાદા લગાર રે ચંદ્ર ૧૨ રાજકુંવર ચઢયો પિઠીએ, તેને શો વિસ્તાર રે, ઉતે જેનધર્મ છાંડીને, રાજાનીચધર્મ આદરશે રે ચંદ્ર ૧૩ રત્ન ઝાંખા રે દીઠા ચૌદમે, તેનો શે વિસ્તાર રે, ભરતક્ષેત્રના સાધુ સાધ્વી,તેને હેત મેળાવા થોડા હશે રે.ચંદ્ર ૧૪ મહાવ્રતે જીત્યા વાછડા, તેને શે વિસ્તાર રે, બાળક ધર્મ કરશે સદા,બુઢ્ઢા પરમાદી પડયા રહેશે છે. ચંદ્ર ૧૫ હાથી લઢે રે માવત વિના, તેને શે વિસ્તાર રે, વરસડાને આંતરે, માગ્યા નહિ વરસે મેહ રે. ચંદ્ર- ૧૬ વ્યવહાર સૂત્રની ચૂલિકા મળે, ભદ્રબાહુ મુનિ એમ ભાંખે રે, સોળ સુપનને અર્થ એ, સાંભળો રાય સુધીર રે. ચંદ્ર ૧૭
૭ વૈરાગ્યની સક્ઝાય. (૧) જાઉં બલિહારી રે વૈરાગ્યની, જેના મનમાં એ ગુણ આવ્યો રે, મોક્ષના મોતી તે જીવડા, નરભવ સફળ તેને પાયો છે. જાઉં