________________
૪૦૯
સમુદ્રમાં બૂડે. કારણ કે એક મિથ્યાત્વ છતાં સર્વ ક્રિયા સંસાર હેતુ જાણવી, મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે તે આગળ દેખાડે છે.
–ામ જ કરશો, તે સંજા इणि परे चंकक आउ, (जीव) जाग सके तो जाग ॥१॥
આ અસાર સંસારને વિષે સંસારી જીવ આશ્રવને વશ પડયા થકા ધર્મ પામી શકતા નથી. તે આશ્રવ આવવાના મૂળ હેતુ ચાર છે. અને ઉત્તર હેતુ સત્તાવન છે. તે મૂળ હેતુનું વિવરણ લખીએ છીએ –
પ્રથમ મિથ્યાત્વ, બીજું અવત, ત્રીજું કષાય, ચોથું જેમ. એ ચાર મૂળ હેતુ છે. હવે મિથ્યાત્વ થકી મૂકાવું તે ઘણું કઠિણ છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય ગયે નથી ત્યાં સુધી કેઈજીવ સમકિત પામી શકે નહિ, અને સમતિ વિના કઈ છરનું આત્મહિત કાર્ય થાય નહિ તે માટે પ્રથમ મિથ્યાત્વને તજવું. તે મિથ્યાત્વના જઘન્યથી પાંચ ભેદ છે, ઉત્કૃષ્ટ દશ ભેદ છે. પાંચ ભેદમાં પ્રથમ
૧ અભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે, કે લીધા હઠ છોડે નહિ, કોની પેઠે કે ગધેડાના પૂછવતુ.
૨ અનભિગ્રહ મિથ્યાત્વ, તે કેવું છે? સર્વેને દેવ ગુરૂ જાણે. પણ કેઈની પરીક્ષા જાણતો નથી, ભલા ભુંડાની ખબર નથી.